સુરેન્દ્રનગર રવિદાસ સર્કલ નજીક અનાજ ભરેલો ટ્રક ગટરમાં ફસાયો

copy image

રવિદાસજી સર્કલ નજીક વહેલી સવારે અનાજ ભરેલો ટ્રક પસાર થતો હતો ત્યારે રસ્તા પર આવેલા ભૂર્ગભ ગટરના ઢાંકણા સહિત એકાએક ગટરમાં ટ્રક ફસાઇ જતા ચાલક મુશ્કેલીમાં મૂકાયો હતો. ટ્રકની ડ્રાઇવર બાજુનો પાછળનો ટાયર સહિતનો ભાગ રોડની અંદર ઘૂસી ગયો હતો.

આ ટ્રક આશરે 8 કલાક થવા છતા બહાર નીકળી શકયો ન હતો. ત્યારે ક્રેનની મદદથી આ ટ્રકની બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઇ હતી.