માધાપર નજીક બાઇક હડફેટે આવતા યુવતીનું મૃત્યુ

 

ભુજ તાલુકાના માધાપર નજીક બાઈકે હડફેટે લેતા રાહદારી મહિલાનું મૃત્યુ થયું હતું. આ બાબતે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની તપાસ ધરવામાં આવી છે. આ બાબતે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં મનુભાઈ પરષોતમ તડપદાએ લખાવેલી ફરિયાદ અનુસાર તેમની માતા માધાપર પાસે માહી દૂધ ડેરી સામે ઊભા હતા ત્યારે પૂરપાટ વેગે જઈ રહેલ બાઇક નં જીજે-12-સીકે-2933 ના ચાલકે હડફેટે લેતાં તેમને ગંભીર ઇજાઓ પહોચી હતી, તેથી તેમનું મૃત્યુ નીપજયુ હતું. આ ઘટના મામલે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *