માંડવીમાં ત્રણ યુવતી સહિત 5 ખેલી જુગારનો ખેલ ખેલતા પકડાયા

માંડવીમા પોલીસે જુગારનો ખેલ રમતા ત્રણ યુવતી સહિત પાંચ ખેલીને જુગાર રમતા પકડી પાડયા હતા. શહેરના ખારવા પાંચાડામાં આવેલી રામેશ્વર ઝૂપડપટ્ટી વિસ્તારમાં પોલીસે દરોડો પાડીને હિતેષ વેલજી ખારવા, સમીર અબ્દ્રેમાન સમેજા, પૂજાબા લધુભા જાડેજા, હેતલબેન હિતેશ ખારવા અને ચાંદનીબેન જિતેન્દ્ર રાઠોડને રૂપિયા 11,300ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. કેસની કાર્યવાહી એ.એસ.આઈ.દેવચંદભાઈ કે.પાતારિયા ચલાવી રહ્યા છે.