માંડવી-રતડીયાના બાઇક અને ઘરફોડનો શખ્સ પકડાયો

માંડવી તાલુકામાં તાજેતરમાં ચોરીના બનાવો વધી જતાં ગઢશીશા પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે માંડવી તાલુકાનાં બાયઠ, રતડીયા અને માંડવી શહેરમાં ચોરીને અંજામ આપનાર ડોણ ગામના આરોપીને મુદામાલ સાથે પકડી પાડી ચારેક ચોરીના ગુનાઓને ભેદ ઉશ્કેલી લીધો હતો. બનાવ સંદર્ભે ગઢશીશા પોલીસ થાણાના ઇન્ચાર્જ પીઆઇ પી.કે.ગઢવીએ વિગતો આપતા જણાવ્યુ હતું કે, મંગળવારે તેમના સ્ટાફ સાથે અનડીટેક મિલકત સબંધી ગુનાઓ શોધવા પેટ્રોલીંગમાં હતા ત્યારે માંડવી તાલુકાના ડોણ ગામનો પ્રવિણ ઉર્ફે પવલો મણીલાલ સથવારા નામનો તસ્કર ચોરી કરવા માટે રતડીયા ગામ તરફ ફરી રહયો હોવાની બાતમી પોલીસ કોન્સ્ટેબલ  ભરત આશારિયાને મળતા બાતમીના આધારે પોલીસ સ્ટાફે રતડીયા  બસ સ્ટેશન નજીક વોચ ગોઠવીને શખ્સ પ્રવિણને દબોચી લીધો હતો શખ્સની પુચ્છતાછ હાથ ધરતાં તેને ગત 27મીના બાયઠ ગમે એક દુકાનમાંથી કાપડની જોડી પેન્ટ બેલ્ટ સહિત,5,985ની ચોરી કરી હોવાનું અને રાતડીયા ગામે ત્રણ મકાનોમાંથી મોબાઈલ રોકડ સહિત 28,900ની ચોરી તેમજ ગત 11 ઓગસ્ટના રતડીયા ગામે દયાળુ બાપા નામની મોબાઈલની દુકાનમાંથી મોંઘા મોબાઈલની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી તથા વધુ પુચ્છતાછમાં માંડવીના રાયણ ગામે ગાતા 25મી ઓક્ટોબરના મોટર સાયકલની ચોરી કરી હોવાનું પોલીસ સમક્ષ કબુલી લીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *