ગાંધીધામમાં કારમાંથી 68 હજારના દારૂ સાથે એક શખ્સ પકડાયો

ગાંધીધામ શહેરના ટ્રાન્સપોર્ટનગર  પાસે સી.જે. શાહ પેટ્રોલપંપ નજીક એક કારમાંથી પોલીસે 68,400ના દારૂ સાથે એક શખ્સની ધડપકડ કરી હતી;તો તેને શરાબ આપનાર તરીકે મોરગરના એક શખ્સનું નામ સામે આવ્યું હતું. શહેરની નૂરી મસ્જિદવાળા માર્ગ પરથી સી.જે.શાહ પેટ્રોલપંપ થઈને ખોડિયારનગર બાજુ એક કર્મા શરાબ આવતો હોવાની સચોટ જાણકારી પોલીસને મળી હતી,જેના આધારે સી.જે.શાહ પેટ્રોલપંપ નજીક વોચ ગોઠવામાં આવી હતી. તે દરમિયાન, બાતમીવાળી કાર નં જી.જે.12.ડી.જી.2088 આવતાં પોલીસે તેને રોકાવી તેની તપાસ લીધી હતી. આ કારમાંથી દારૂની બોટલો નીકળી પડતાં કારમાં સવાર આમીન હુસેન રાઉમા નામના શખ્સની ધડપકડ કરવામાં આવી હતી તથા આ કારમાંથી 750 એમ.એલ.ની 180 બોટલ કિંમત રૂ. 68,400 નો દારૂ કબ્જે કરાયો હતો. ઝડપાયેલા આ શખ્સ પાસેથી શરાબ, મોબાઈલ અને કાર એમ કુલ્લ રૂ. 3,18,900 નો મુદામાલ પકડી પાડ્યો હતો. આ શખ્સની પૂછપરછ કરતાં તે મોરગર ગયો હતો,જ્યાં મોરગરના આમદ-ઉર્ફે ભટ્ટી હુસેન રાઉમા નામના શખ્સે શરાબ ભરાવી આપ્યો હતો અને પોતે પોતાની કારમાં અહી લઈ આવ્યો હતો. રિમાન્ડની માંગ સાથે કોર્ટ રજૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *