SP રિંગરોડ પરથી આર.આર. સેલે ૨૨ લાખથી વધુના શરાબનો જથ્થો ઝડપાયો.

ગાંધીનગર આર.આર.સેલે ૨૨ લાખથી વધુનો શરાબનો જથ્થો એસપી રિંગ રોડ પરથી પકડી પાડ્યો હતો. રાજસ્થાન પાસિંગના ટ્રકમાં આવતો શરાબનો જથ્થો કબ્જે કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ગાંધીનગર આર.આર.સેલની ટીમે જાણકારી મુજબ ઝૂંડાલ સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ તરફ જવાના માર્ગે એસ.પી. રિંગરોડ પરથી શરાબનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આર.આર.સેલે ટ્રકના ચાલક આનંદ દહીયાને ઝડપી તજવીજ કરતાં ટ્રકમાથી કુલ ૫૭૦ પેટીમાં શરાબની ૬૮૪૦ નંગ બોટલ મળી હતી. જેની ૨૨,૫૯, ૬૦૦ /-કિંમત થયા જાય છે. શરાબનો જથ્થો, ટ્રક,રોકડ રકમ ,મોબાઈલ ફોન મળીને કુલ ૩૩,૬૬,૮૫૦/-નો ,મુદ્દામાલ કબ્જે કરાયો હતો. શરાબ લાવનાર ચાલક તથા શરાબનો જથ્થો મોકલી આપનાર શખ્સો સામે અડાલજ પોલીસ મથકમાં પ્રોહીબિશનનો ગુનો નોધાયો છે,જે અનુસંધાને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *