રાપર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારે જાહેર સભા યોજી જન સમર્થન ફોર્મ ભર્યું

copy image

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે તમામ પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. ત્યારે ગતરોજ રાપર વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાએ ઉમેદવારી નોંધાવતા પૂર્વે જાહેર સભા યોજી હતી. જેમા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ભાજપના ઉમેદવારે ભારે જન સમર્થન સાથે ફોર્મ ભર્યું હતું.

ભાજપના ઉમેદવારે ફોર્મ ભરતા પૂર્વે સભા યોજી હતી. તથા સભામાં મોરબી દુર્ઘટનાના મૃતકોને બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ પાઠવાઇ હતી. માંડવીના પૂર્વ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ રાપર મધ્યે યોજેલી સભામા વાગડના વિશેષ વિકાસની વાત કરી હતી. આ સમયે લોકો સાથે સંતો મહંતો, સામાજિક, રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, ઉદ્યોગપતિ અંબાવીભાઈ વાવીયા, રાજભાઈ રબારી, મહાદેવભાઈ વાવીયા, અરજણભાઈ રબારી, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ વનવીરભાઈ સોંલકી, રાજુભા જાડેજા, મહાવીરભાઈ જોગું, ભગાભાઈ આહીર, સરપંચ સંગઠનના પ્રમુખ રામજીભાઈ સોંલકી, તાલુકા પંચાયત પ્રમુખ હમીરસિંહ સોઢા, ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.