કચ્છ હવે શ્રેષ્ઠ નહીં પણ સર્વશ્રેષ્ઠ બનવા જઇ રહ્યું છે : ભુપેન્દ્ર પટેલ
ગત વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાને ચૂંટણી પ્રચારની શરૂઆત કચ્છના માતાનામઢથી કરી હતી, તેમ હાલની ચૂંટણીમાં આ પરંપરા મુખ્યમંત્રીએ જાળવી હોય તેમ સોમવારે ભુપેન્દ્ર પટેલે મુન્દ્રા અને અબડાસામાં સભા સંબોધી પ્રચારનું રણશિંગુ ફૂક્યું. નલિયા ખાતે તો મુખ્યમંત્રી ખૂદ ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ સાથે પ્રાંત કચેરીમાં ફોર્મ ભરતી વખતે હાજર રહ્યા હતાં.
મુખ્યમંત્રીએ સભામાં જણાવ્યું હતું કે, ડબલ એન્જિન સરકારે કચ્છ પ્રત્યે સંવેદનશીલતા દર્શાવી છે. તેના લીધે જ વિરોધપક્ષ પાસે કોઇ મુદ્દો નથી. માટે લોકો કમળ ખીલવશે. ગુજરાતની સાથે હાલ કચ્છનો પણ સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. કચ્છ હવે શ્રેષ્ઠ નહીં પણ સર્વેશ્રેષ્ઠ બનવા જઇ રહ્યું છે. આજે કચ્છમાં વિસ્તારમાં રોડ, પાણી, ખેતી અને આરોગ્યના કામો થઇ રહ્યા છે. ભાજપની સરકાર વિકાસને ચાહનારી છે. પ્રધાનમંત્રી નાનામાં નાના માણસ સુધી વિવિધ યોજના પહોંચે તેની ચિંતા સેવે છે. મુખ્યપ્રધાને મુન્દ્રા અને નલિયા ખાતે સ્થાનિક ભાજપના ઉમેદવારોને જીતાડવા મતદારોને અપીલ કરી હતી.
હવે જનતા પણ જાગૃત બની છે કચ્છ માં કેટલા કામ થયા અને કેટલા કર્યો હજુ પણ પેંડીંગમાં છે તે બધુ સોચી સમજી અને પછી જ વોટિંગ કરશે તેવું માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે