વ્યારાથી વાપી જઈ રહેલા મોપેડ ચાલક યુવકને વલસાડ હાઈવે પર ટ્રક ચાલકે અડફેટે લેતા એકનું મોત, એક ઈજાગ્રસ્ત

વ્યારાથી વાપી જઈ રહેલા મોપેડ ચાલકને વલસાડ હાઇવે ઉપર અજાણ્યા ટ્રક ચાલકે ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો. જેને લઈ તાત્કાલિક સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવી 108 અને અને પોલીસની ટીમને બનાવની જાણ કરી હતી. આ અકસ્માતમાં મોપડે ચાલક યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજયું હતું. જ્યારે અન્ય યુવકને ઈજા થતાં તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપા હાથ ધરી હતી.

વ્યારાથી શંકર ગાવીત અને તેનો મિત્ર પ્રફુલ રતિલાલ ગાવીતને વલસાડ જિલ્લાના વાપીની કોઈ કંપનીમાં નોકરી મળતા બંને મિત્રો વાપી રહેવા માટે રૂમ શોધવા મોપેડ ન.GJ-26-Q-8323 લઈને વાપી જતા હતા આ દરમિયાન વલસાડ હાઇવે ઉપર પારનેરા પાસે ચંદ્રમોલેશ્વર મંદિર નજીક વાંકી નદીના બ્રિજ ઉપર કોઈ અજાણ્યા ટ્રક ચાલકે બેદરકારીથી ટ્રક હંકારી લાવી શંકર ગાવીતની મોપેડને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો. જેથી બંને યુવકોને ગંભીરઈજા થઈ હતી. અકસ્માત સર્જી ટ્રક ચાલક વાહન સાથે પલાયન થઇ ગયો હતો. બનાવની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા તાત્કાલિક 108 અને વલસાડ સીટી પોલીસની ટીમને જાણ કરવામાં આવી હતી.

વલસાડની 108ની ટીમે તાત્કાલિક ઇજાગ્રસ્ત પ્રફુલ રતિલાલ ગામીતને સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, મોપેડ ચાલક શંકર ગામીતનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજયું છે. વલસાડ સીટી પોલીસે લાશનો કબ્જો મેળવી તથા આજુબાજુના ખાનગી અને સરકારી CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. મોપેડ ચાલકે હેલ્મેટ પહેરેલું હોવા છત્તા તેનું મોત નીપજયું હતું.