જાયવા ગામે બેકારીથી કંટાડી યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ધ્રોલ તાલુકાના જાયવા ગામના એક યુવાને બેકારીથી કંટાળીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ધ્રોલ પોલીસ તપાસ ચલાવી રહી છે. ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં રહેતા છૂટક મજૂરી કામ કરતા મહેશ મનજીભાઈ પરમાર નામના 22 વર્ષના યુવાને પોતાની વાડીએ લીમડાની ડાળીમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધું હતું.

ઘટના અંગે મૃતકના પિતા મનજીભાઈ કાનજીભાઈ પરમાર એ પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે મોકલ્યું છે. પોલીસમાં જાહેર કરાયા મુજબ મૃતક યુવાન કે જેને છેલ્લા કેટલાક સમયથી કામ ધંધો મળતો ન હતો, તથા એકલો એકલો ફરતો હતો અને ગુમસુમ રહેતો હતો. જે એકલતાના લીધે તથા બેકારીના લીધે આત્મહત્યાનું નું પગલું ભરી લીધાનું પિતા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર બાબતે ધ્રોલ પોલીસ વધુ તપાસ ચલાવી રહ્યા છે.