નલિયામાં પુત્રવિયોગમાં માતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
નલિયામાં પુત્રની આત્મહત્યા બાદ તેના વિયોગમાં 42 વર્ષીય માતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર નલિયાના 42 વર્ષીય શાન્તાબેન ભરત આરબે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.સાતેક મહિના પૂર્વે મહિલાના મોટા દીકરા અજયે છાડુરા ગામની સીમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કૃ હતી. દીકરાના મોત પછી માતા તેના વિયોગમાં દુખી રહેતી હતી.
આ દરમિયાન શાન્તાબેને સવારે 4 વાગ્યે પોતાના ઘરમાં છતની આડીમાં લુંગી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાને પગલે નળિયા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.