નારણપરના યુવાને ફિનાઇલ પી લેતા સારવાર દરમિયાન મોત નીપજયું
નારણપર ગામના ૨૩ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લેતા સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે. આ બનાવથી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
નારણપર ગામના 23 વર્ષીય ઇમરાન સુમાર જતે ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ માં રાત્રે 8 વાગ્યે કોઈ અગમ્ય કારણોસર ફીનાઈલ પી લીધી હતી.જેને સારવાર અર્થે ભુજની એકોર્ડ હોસ્પિટલ મધ્યે લઇ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન બુધવારે યુવાનનું મોત નીપજયું હતું. યુવાનના મોતને લીધે પરિવારમાં શોક છવાઈ ગયું હતું. ઘટનાને પગલે માનકુવા પોલીસ દ્વારા એડી દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.