રાપરમાં 35 વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો
રાપરમાં રહેતા 35 વર્ષીય દિનેશ કરમણ ધેડાએ ગત બપોરે બે વાગ્યાની વેળામાં પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઇ લીધા પછી તેનો ભાઇ અશોક કરમણ ધેડા તેને રાપર સીએચસી લઇ ગયો હતો. પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત ઘોષિત કરી આ બાબતે પોલીસને જાણ કરી હતી. પીએસઆઇ ડી.જી.પ્રજાપતિ દ્વારા આ યુવાને કયા કારણોસર અંતિમ પગલું ભરી લીધું તે જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.