‘રોડ નહિ તો વોટ નહિ’ની ચીમકી :ડાંગના ગીરા દાબદરના ગ્રામજનો બિસ્માર રસ્તાથી પરેશાન

copy image

ડાંગ જિલ્લામાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે તેમ તંત્રને અનેક પડકારોનો સામનો કરવો પડે છે. ત્યારે ડાંગ જિલ્લામાં અનેક સમસ્યાઓથી  લોકો રોષે ભરાયા છે. ત્યારે વઘઈ તાલુકાના ગીરા દાબદરના ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવતા તંત્રમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પ્રાથમિક સુવિધાના અભાવથી વઘઇ તાલુકાના ગીરા દાબદર સહિત આજુબાજુના ગામોના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરી ‘રોડ નહીં તો વોટ નહીં’ની ચીમકી ઉચ્ચારી છે. બિસ્માર માર્ગને લઈને લોકો હાલાકીનો સામનો કાઓ પડતો હોવાટી નારાજ થયેલા લોકો દ્વારા મતદાનનો બહિષ્કાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. કુડકસ, દાબદર થઈ ચિકારને જોડતા માર્ગને લઈ આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

વર્ષોથી આ માર્ગને લઈ રજૂઆત કરવા છતાં પણ માર્ગ નહીં બનતા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવતા ડાંગ જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું. ગ્રામજનોનો આક્ષેપ પણ હતો કે નેતાઓ ચુંટણી આવે ત્યારે દેખાય છે. ચુંટણી પત્યા પછી મોઢું પણ નથી બતાવતા જેને લઇને ગ્રામજનોએ ચુંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા ડાંગ વહીવટી તંત્ર દોડતું થયું. જ્યારે તંત્રના અધિકારીઓ દ્વારા ગ્રામજનોને સમજાવાના પ્રયાશો કરવામાં આવ્યા હતા.