મહેસાણા પાલનપુર હાઇવે પર નાસ્તો કરવા ઊભા રહેલા તબીબની કારનો કાચ તોડી 1 લાખની ચોરી કરી ચોર પલાયન
મહેસાણા પાલનપુર હાઇવે પર આવેલા બ્લીસ ફૂડ કોર્ટના પાર્કિંગમાં પાર્ક કરેલી પાલનપુર સિવિલ હોસ્પિટલના ડોક્ટરની કારનો કાચ તોડીને અજાણ્યો ઈસમ ટેબલેટ તથા 30000 રોકડ મળી એક લાખની મત્તા ચોરી છૂમંતર થઇ ગયો હતો.
પાલનપુરના ઢૂંઢીયાવાડી વિસ્તારમાં આવેલી પ્રયાગરાજ સોસાયટીમાં રહેતા વિક્રમસિંહ ભરતકુમાર પરમાર સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં તબીબ તરીકેની પ્રેક્ટિસ કરી રહ્યા છે આ દરમિયાન વિક્રમસિંહ અમદાવાદની મેન્ટલ હોસ્પિટલમાંથી અભ્યાસ માટે આઇપેડ લઈને રાત્રિના આઠેક વાગ્યે પોતાની ફીયાંશી સીમાબેનને સાથે મામાની ક્રેટા કાર માં પાલનપુર જવા માટે નીકળ્યા હતા ત્યારે રસ્તામાં સવા નવ વાગ્યાના અરસામાં મહેસાણા પાસે આવેલા બ્લીસવોટર પાર્કના ફૂડ કોર્ટ ના પાર્કિંગમાં કાર પાર્ક કરીને અંદર નાસ્તો કરવા માટે ગયા હતા નાસ્તો કરીને પાછા ગાડી પાસે આવતા તેમની ગાડીના પાછળના દરવાજાનો કાચ તૂટેલો હતો અને સીટમાં પડેલ ટેબલેટ અને 30,000 રોકડ મુકેલો થેલો ગાયબ હતો
આજુબાજુ તપાસ કરતા તેમની કારનો કાચ તોડીને અંદર પડેલ 75 હજારની કિંમતનું ટેબલેટ તથા રોકડ ધોરણ 10 થી માંડીને એમબીબીએસ સુધીના તમામ તેમના અસલ ડોક્યુમેન્ટ મળી એક લાખની કિંમતની મતાની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો હોવાની જાણ થતાં તેમણે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કરી કારનો કાચ તોડી ચોરી કરનાર અજાણ્યા ઈસમને પકડી પાડવા માટે ચક્રો હાથ ધરાયા છે