દાહોદના બસ સ્ટેશનમા અમદાવાદ જવા આવેલી 4 મહિલા પાસેથી દારૂ તથા બીયર મળી આવતા ધરપકડ કરાઇ
દાહોદના બસ સ્ટેશનમાં અમદાવાદ જવા આવેલી 4 મહિલા પાસેથી રૂપિયા 85,501 ની દારૂ અને બિયરની 803 બોટલો મળી આવી હતી. દાહોદ બી ડિવીઝન પી.આઇ એમ.એન.દેસાઇને દાહોદ બસ સ્ટેશનમાં પ્લેટ ફોર્મ નં 3 અને 5 ઉપર કેટલીક મહિલાઓ દારૂના પોટલા લઇને અમદાવાદ જવા માટે બસમાં બેસવા આવનાર હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પેટ્રોલીંગમાં નિકળેલ સ્ટાફના મહેશભાઇ તોફાનભાઇ, અયુબભાઇ સિમોનભાઇ, રેખાબેન રતનસિહં, દિપકકુમાર મીનેષભાઇને કરતાં તેઓ બસ મથકમાં મહિલાઓની વોચમાં હતા તે દરમિયાન બાતમી અનુસારની 4 મહિલાઓ પોટલા લઇને આવતાં મહિલા પોલીસ સ્ટાફના રેખાબેન રતનસિંહે મહિલાઓને ઉભી રખાવી તેમની પાસેના પોટલાની તપાસ કરતાં તેમાંથી દારૂની બોટલો મળી હતી.
ચારેય મહિલાઓ પાસેથી 85,501 રૂા.ની દારૂ અને ટીન બીયરની મળી કુલ 803 બોટલો મળી આવી હતી. જથ્થા સાથે ગરબાડા તાલુકાની નઢેલાવની કબુબેન મીથુન હઠીલા, માતવા ગામની અબુબેન શંકર ડામોર, દાહોદની અને હાલ અમદાવાદ અંબીકાનગરમાં રહેતી રેતુબેન મનીષ મીનામા તેમજ આમલી ખજુરીયાની સાજનબેન ઉર્ફે સરલાબેન ગોપાળભાઇ કલારાની અટકાયત કરી દાહોદ બી ડિવીઝન પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.