ધાનપુર પોલીસમાં દારૂના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ MPનો યુવક ઝડપાયો

દાહોદ એલસીબી, એસઓજી તેમજ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ધાનપુર પોલીસમાં દારૂના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો યુવકને મધ્યપ્રદેશથી પકડી પાડ્યો હતો. છોટેપોલના યુવકને ધાનપુર પોલીસને સોંપાયો હતો. જીલ્લા તેમજ જિલ્લા બહાર તથા રાજય બહારના લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરી, શરીર સબંધી ગંભીર પ્રકારના ગુનાઓમા તેમજ દારૂ અને અન્ય ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓની માહિતી એકઠી કરી પકડી પાડવા માટે એલ.પી. બલરામ મીણાએ સુચના આપતાં એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ જિલ્લામા તથા મધ્યપ્રદેશ રાજયમા રહેતા નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમા કાર્યરત હતી.

આ દરમિયાન એલ.સી.બી. પીઆઇ એમ.કે.ખાંટની સુચનામાં એસઓજી પો.સ.ઇ. જે.બી.ધનેશા, એલસીબી એસઓજી, પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ મધ્યપ્રદેશ રાજ્યમા કાર્યરત હતી આ દરમિયાન ધાનપુર પોલીસ મથકમાં દારૂના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી મધ્યપ્રદેશના છોટેપોલના કેનસિંગ કુવરસિંગ બગેલને મધ્યપ્રદેશ થી આયોજનબદ્ધ વોચ ગોઠવી પકડી પાડવામાં આવ્યો હતો. કેનસિંગ પગેલને ધાનપુર પોલીસને સોંપતાં તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો.