આંગડિયા પેઢીમાંથી 11 લાખની ચોરી કરી 4 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

અમરેલીની એક આંગડીયા પેઢીમા નોકરી કરતો ઈસમ ચારેક વર્ષ અગાઉ રૂપિયા 11 લાખ અને બાઇકની ચોરી કરી નાસતો ફરતો હોવાટી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડે તેને અમદાવાદમાથી પકડી પાડ્યો હતો. અમરેલીમા શેઠ મહેન અરવિંદભાઇ આંગડીયા પેઢીમા નોકરી કરતો અને મુળ સંડેર જિલ્લો પાટણ અને હાલ અમદાવાદ મેમનગરમા રહેતો રમેશ મોહનભાઇ ચાંડેસરા (ઉ.વ.43) નામનો ઈસમ ચારેક વર્ષ અગાઉ આંગડીયા પેઢીમાથી રૂપિયા 11 લાખ અને એક બાઇકની ચોરી કરીને લઇ ગયો હતો અને ત્યારથી આજ દિવસ સુધી નાસતો ફરતો હતો.

જિલ્લા પોલીસવડા હિમકર સિંઘની સુચનાથી એલસીબીના પીઆઇ એ.એમ.પટેલ તથા પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ કે.જી.મયા અને ટીમ દ્વારા આ ઈસમને અમદાવાદ મેમનગર પાસેથી પકડી લીધો  અને સીટી પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યો હતો.