તેરસા ગામમાં પરપ્રાંતીય યુવકે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી
શિનોરના તેરસા ગામમાં માનસિક બીમારીથી પીડાતા પરપ્રાંતીય યુવકે દેવું થવાથી લાગી આવતાં આંબાના ઝાડની ડાળીએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો. આ અંગે શિનોર પોલીસે તપાસ હાથ ધરી છે. શિનોર તાલુકાના તેરસા ગામમાં દિલીપકુમાર આર્ય, ઉં. 38, હાલ રહે.તરસાલી, વડોદરા, મૂળ રહે. રામનગર, તા. ફરીદા, જિ.મહારાજ ગંજ, (યુપી) મચ્છી ઉછેરમાં મજૂરી કરી જીવન ચલાવતા હતા.
ઘણા સમયથી તે માનસિક બીમારીથી પીડાતા હતા. તેરસામાં મચ્છી ઉછેર માટે તેમણે 40,000ના માસિક ભાડે તળાવ રાખેલું હતું. ધંધામાં નાણાનું રોકાણ થતાં અને દેવું થઈ જતાં વડોદરાનું મકાન ગીરવે મૂકી દીધું અને હવે દેવું ભરપાઈ કરી શકાશે નહીનું મનમાં લાગી આવતાં કૂકસ જવાના માર્ગ ઉપર નાળા પાસેના ખેતરના સેઢા પર આંબાના ઝાડની ડાળી ઉપર તેમણે ગળે દોરડું બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધું હતું.