રાજકોટમાં ફોર્ચ્યુનર કાર સાથે એક વ્યક્તિની 40 લાખની રોકડ રકમ સાથે ધરપકડ

copy image

વિધાનસભાની ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ પડી ગઈ છે. ચૂંટણીને લઈ પ્રચાર પ્રસારની કામગીરી જોરશોરથી ચાલી રહી છે તો બીજી બાજુ નાણાકીય હેરફેર અંગે તંત્ર પણ સાબદુ બન્યું છે. આજે રાજકોટના દક્ષિણ વિસ્તારમાં 40 લાખની રોકડ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. શહેરના ઢેબર રોડ પર જસાણી સ્કૂલ નજીક ફોર્ચ્યુનર કાર સાથે એક વ્યક્તિને તપાસ ટીમે અટકાવ્યો હતો. નાણાકીય હેરફેર અંગે ટીમના ચેકિંગ દરમિયાન 40 લાખની રોકડ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.  ઇન્કમટેક્સ વિભાગની ટીમ દોડી ગઈ અને નાણાકીય બાબતે કાગળો મગાવવામાં આવ્યા છે. આ બાબતે રાજકોટના ડીડીઓએ પ્રાથમિક માહિતી આપી.

ફોર્ચ્યુનર કારમાં 40 લાખની રોકડ સાથે પસાર થતા વ્યક્તિને રોકવામાં આવ્યો હતો. ચેકિંગમાં રહેલી ટીમે તપાસ કરી તો આ વ્યક્તિની ફોર્ચ્યુનરમાંથી 40 લાખની રોકડ મળી આવી  હતી. આથી તેને રોક્યો હતો. આ વ્યક્તિ કોઈ કારખાનાનો માલિક હોવાનું જાણવા મળ્યું છે. જાણ થતા જ ઇન્કમટેક્સ વિભાગ, મામલતદાર, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા અને તપાસ હાથ ધરવામાં આવી છે.