અમરેલીમાં ઘાણાના મશીનના પંખામાં ચુંદડી ફસાઇ જતા મહિલાનું મોત નીપજયું
અમરેલીમા બાયપાસ રાધેશ્યામ પાસે રહેતા શોભનાબેન મોહનભાઇ મેરીયા (ઉ.વ.32) નામના મહિલા અહી આવેલ ઓમ ઓઇલ મીલમા મજુરી કામ કરી રહ્યાં હતા. તે દરમિયાન ઘાણાના મશીનના પંખામા ચુંદડી ફસાઇ જતા તેઓને માથાના ભાગમાં ગંભીર ઇજા થઈ હતી. મહિલાને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતુ. ઘટના અંગે મોહનભાઇ મેરીયાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી. એએસઆઇ એ.આર.ઝાલા વધુ તપાસ ચલાવી રહ્યાં છે.