શહેરમાં નંબરપ્લેટ વગરના વાહનો પર પોલીસે બોલાવી તવાઈ, વાહનો ડિટેઈન કરી 24 હજારનો દંડ વસૂલાયો

copy image

પશ્ચિમ કચ્છ જીલ્લા ટ્રાફિક પોલીસ તથા સીટી ટ્રાફિક પોલીસે નંબરપ્લેટ વિનાના અને ફેન્સી નંબરપ્લેટ લગાડેલ વાહનો પર બોલાવી તવાઈ. જેમાં શહેરમાંથી ચાર વાહનો ડીટેઈન કરી રૂપિયા 24 હજારનો દંડ વસુલાયો હતો.વાહન ચાલકોમાં નંબરપ્લેટ અંગે અવનવા શોખ જોવા મળતા હોય છે.તથા ગુનાહિત પ્રવુતિ સાથે સંકળાયેલ લોકો સાચા નંબર છુપાવવા અવનવા પેતરા અજમાવવામાં આવે છે.

ત્યારે પશ્ચિમ કચ્છ જીલ્લા ટ્રાફિક પોલીસ તથા સીટી ટ્રાફિક પોલીસે શહેરમાં નિયમ વિરુદ્ધ લગાવાયેલ નંબરપ્લેટના વાહનચાલકો સામે લાલ આંખ કરી હતી. જેમાં કુલ 102 એન.સી કેસો કરી સ્થળપર 24 હજાર જેટલા દંડની રકમ વસુલાઇ હતી. તેમજ પોલીસે એમ.વી.એક્ટ અનુસાર ચાર જેટલા વાહનો ડીટેઈન કરાયા હતા.પોલીસની નિયમ વિરુદ્ધના નંબરપ્લેટ ચાલકો સામે કાર્યવાહી સતત ચાલુ રહેશે.