વન વિભાગનાં કર્મચારીની 40 હજારની લાંચમાં અટક.

વનવિભાગનાં દક્ષિણ રેન્જના ફોરેસ્ટરે 40 હજારની લાંચની માંગ કરતાં તેની રૂશ્વત વિરોધી બ્યુરોએ અટક  કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનામા ઝડતી પણ લેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. વર્ગ 3નાં કર્મચારી જે.કે.જાડેજાએ જે.સી.બી. વડે કુવો ખોદાવવા ઇચ્છતા ભુજ તાલુકાનાં એકઅરજદાર પાસેથી જે.સી.બી. મશીન જપ્ત કરી દંડ નહીં કરવા તેમજ પરેશાન નહીં કરવા 40 હજારની માંગ કરી હતી. જેની ફરિયાદ નોંધવાઇ હતી. અને આ ઘટનામાં અટક કરવામાં આવી હતી. દિવાળીના સમયનાં દિવસો દરમિયાન વનવિભાગનાં કર્મચારી ભ્રષ્ટાચારનાં ભોરીંગમાં સપડાઇ જતાં હડકંપ મચી જવા પામ્યો છે. તપાસનીસ અધિકારી એમ.ડી.ઝાલાએ સમગ્ર બનાવ અંગે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *