દસાડાના વઘાડા ગામ નજીક આઇસર અને બાઈક વચ્ચે અકસ્માત :બાઈકચલાકનું મોત એક ઇજાગ્રસ્ત
દસાડા તાલુકાના વઘાડા ગામ અજીક બાઈક અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકને ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ થયું હતું. રામજી ચૌહાણ નામના શખ્સનું અકસ્માતમાં મૃત્યુ નીપજયું જ્યારે અન્ય એકને ઇજા પહોચતા સારવાર માટે વિરમગામ ત્યારપછી અમદાવાદ સિવિલ હોસ્પિટલ મધ્યે ખસેડવામાં આવ્યો હતો.
દસાડા તાલુકાના મોટા ઉભડા ગામમાં રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા રામજીભાઈ કાનજીભાઈ ચૌહાણ બાઇક લઈને આવી રહ્યા હતા. તે દરમિયાન વઘાડાથી ફૂલકી વચ્ચે અજાણ્યા આઇસર ચાલકે બાઈકને ઠોકરે લેતા રામજીભાઈને માથાના ભાગમાં ગંભીર ઇજા થઈ હતી જ્યારે બાઈકની પાછળ બેઠેલ હિતેશ કરશનભાઈ ચૌહાણને પણ ઈજા થઈ હતી. રામજીભાઈ કાનજીભાઈનું ગંભીર ઈજા પહોચવાથી ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે ઈજાગ્રસ્ત હીતેશભાઈને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ વિરમગામ ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ મધ્યે ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા પાટડી પોલીસ મથકના હેડ કોસ્ટેબલ સાગર કણોતરા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી મૃતદેહને પીએમ માટે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર મધ્યે લઈ જઈ આઇસર ચાલકને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.