જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે દારૂ અંગેના 5 કેસમાં નાસતા ફરતા આરોપીને ભાવનગરમાંથી ઝડપાયો
જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા ચૂંટણીના અનુસંધાને નાસતા ફરતા લીસ્ટેડ આરોપીઓને પકડવા માટેની વિશેષ પ્રકારની ઝુંબેશ ચલાવાઇ રહી છે, જેના ભાગરૂપે આજે જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડ ની ટીમે વધુ એક ફરારી આરોપીને ભાવનગરમાંથી પકડી લીધો અને ધ્રોલ પોલીસ મથકમાં રજૂ કરવામાં આવ્યો છે.
જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન તથા પંચ કોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના દારૂ અંગેના અલગ અલગ ચાર ગુનામાં નાસતા ફરતા આરોપી પ્રેમલ મહેશભાઈ ઉર્ફે રાજુભાઈ ચુડાસમા કે જે મૂળ ભાવનગરનો વતની છે અને હાલ ભાવનગરમાં છુપાયો છે, તેવી ચોક્કસ બાતમી મેળવીને જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે ભાવનગરમાં પહોચી આરોપી પ્રેમલ ચુડાસમાને પકડી લીધો હતો, અને જામનગર લઈ આવ્યા પછી ધ્રોલ પોલીસ મથકમાં સોપી દેવામાં આવ્યો છે.