LCBએ મુન્દ્રાના આશિયાના ટાઉનશીપમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં પરપ્રાંતીય શખ્સની કરી ધરપકડ

એલસીબીએ મુન્દ્રાના આશિયાના ટાઉનશીપમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં પરપ્રાંતીય શખ્સની અટકાયત કરી છે.સોનાના દાગીના સહીત 3.80 લાખની તસ્કરીની ઘટનામાં  અન્ય છ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. એલસીબીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે મુન્દ્રાના આશિયાના ટાઉનશીપમાં થયેલ રૂપિયા 3.80 લાખની ચોરીમાં સંકડાયેલ શખ્સ મુકેશ ભગુ વાસકેલા રહે.હાલે ફરાદી મૂળ મધ્યપ્રદેશ વાળો ફરાદી તલવાણા રોડ પર આવેલ સામીયો મિનરલ્સ પ્રા.લી.બેન્ટોનાઈટની મિલમાં કામ કરે છે.

ઘટના પછીઆરોપી ચારેક દિવસ ગુમ હોવાથી તેની વર્તણુક યોગ્ય ન લાગતાં પોલીસે બાતમીને અધરે સ્થળ પર જઈ તપસ કરતા પરપ્રાંતીય શખ્સ હાજર મળ્યો હતો.જેની પૂછપરછ કરતા પોતે ચોરીના ગુનામાં અન્ય ઇસમો સાથે સામેલ હોવાનું કબુલ્યુ હતું.પોલીસે આરોપી પાસેથી 25 હજાર રૂપિયા જપ્ત કરી ધરપકડ કરાઇ હતી.તેમજ ચોરીના ગુનામાં સંકડાયેલા અન્ય છ આરોપી ઉદયસિંગ ગણેસિંગ ઓસનીયા,માનસિંગ ઉર્ફે માન્યો ઉર્ફે ગોટ્યો બાઈસિંગ મોહણીયા,રાયસિંગ બાઈસિંગ મોહણીયા,નાનકો બાઈસિંગ મોહણીયા,છગન માનસિંગ મેડા અને કાર ચાલક ભારત સહિતના આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.