કલોલમાં ટ્રક રિવર્સ લેતા સમયે દીવાલ અને ટ્રક વચ્ચે આવી જતાં યુવકનું મોત નીપજયું
કલોલના પંચવટી વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં નવા મકાનનું કામકાજ ચાલી રહ્યું હતું. ત્યાં એક ટ્રકે બેદરકારીથી રિવર્સ કરતાં દિવાલ નજીક ઉભેલ યુવાન ટ્રક અને દિવાલ વચ્ચે કદડાઈ ગયો અને તેનું મોત થયું હતું.
મૂળ મોરબી તાલુકાના બોડકા ગામના વતની તથા હાલમાં અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં આવેલ શ્રમજીવી નગરના છાપારામાં રહેતા દેવજીભાઈ ચકુભાઈ વાઘોરા નું પ્લમ્બિંગ નું કામ ચાલી રહ્યું તું હતું. જેઓ મકાનની બાજુની દીવાલ પાસે ઊભા હતા તે સમય દરમિયાન એક ટ્રક નં. જીજે 1 વાય 4483ના ચાલકે પોતાની ટ્રક પુરપાટે અને બેદરકારીથી હંકારી રિવર્સમાં લીધી હતી. તેઓ ટ્રક અને દીવાલ વચ્ચે આવી જતા ગંભીર રીતે ઇજા પામ્યા હતા. જેમને 108 મારફતે કલોલ સિવિલ લાવતા તેમને તબીબે મૃત ઘોષિત કર્યા હતા. આ અંગે મૃતકના પત્ની દક્ષાબેન એ કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.