જામનગર એલસીબીએ 7 ચોરીનો ભેદ શોધી કાઢી 2 આરોપીને ઝડપ્યા
જામનગર એલસીબીએ 2 ઈસમને ઝડપી લઈ 7 ચોરીઓનો ભેદ શોધ્યો છે. ચોરી કરનાર બંને ઇસમોએ રાજકોટમાં પણ 16 ચોરી કરી હોવાનું કબૂલ્યું છે. પોલીસે બંને ઈસમ પાસેથી ચોરીના રૂા.9 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
એલસીબીને મળેલી બાતમીના આધારે ખોડિયાર કોલોની મેર સમાજની વાડી પાસેથી અર્જુન રાહુલભાઈ ભાટ અને બાદલ રાહુલભાઈ ભાટ નામના બે ભાઈઓને ચોરાઉ હોન્ડા સાથે ઝડપી લીધા હતા. બંનેની પૂછપરછ કરવામાં આવતા તેમણે જામનગર શહેરમાં 7 ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.
પોલીસે બંને ઇસમો પાસેથી સોનાના દાગીના, ચાંદીના સિક્કા, ગિન્ની, બિસ્કિટ, રોકડ રૂપિયા, મોટરસાયકલ, ઈમીટેશન જવલરી, અલગ અલગ ફોર વ્હીલર તથા બાઈક, ઘરની ચાવીઓ, યામાહા મોટરસાયકલ, નેપાળ, યુએસ અને ઈંગ્લેન્ડના વિદેશી ચલણ તથા હથોડી, વાંદળી પાનુ, ડીસમીસ, ગણેશીયા, ઈલે. બોર્ડ વગેરે સામાન પણ મળી આવ્યો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી તેમને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.