નાંદા સીમમાં પોણા લાખનાં શરાબ સાથે બે ઈસમોને પકડી પાડ્યા

રાપર તાલુકામાં શરાબનું દૂષણ ઘર કરી હોય તેમ દારૂ પકડવાની ઘટનાઓ રોજિદી બની ગઇ છે. તેવામાં રાજસ્થાનથી નાંદા રણ મારફતે કચ્છમાં દારૂનો જથ્થો ઘુસાડવામાં આવે તે અગાઉ પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે નાંદા સીમમાં રેડ મારીને પોણા લાખના શરબના જથ્થા સાથે બે ઇસમોને પકડી લીધા હતા. પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાંચના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગત ગુરુવારના રાત્રિના અરસામાં એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે સમયે રાજસ્થાનથી નાંદા રણ મારફતે કચ્છમાં શરાબ ધુસાડવામાં આવતો હોવાની જાણકારી મળતા એલસીબીએ નાંદા રણમાં છાપો માર્યો હતો. ત્યાર પછી સીમમાં પસાર થતી જીપ નંબર જીજે 3 ડીડી 1636 ને ઉભી રાખી તલાસી લેવામાં આવી હતી. જીપની તપાસ અંતર્ગત તેમાંથી ઇંગ્લિશ શરાબની ક્રેઝી રોમિયો વ્હિસ્કીની 247 બોટલ,કિંમત રૂ., 74,100 ની મળી આવી હતી. જેથી એલસીબીએ જીપમાં સવાર છગન જોગરામ રબારી(રહે.નાંદા,મૂળ રાજસ્થાન) અને નખતસિંગ ભુરાસિંગ રાજપૂત(રહે.રાજસ્થાન) ની અટલ કરી લેવામાં આવી હતી. ત્યાર પછી ઇસમો પાસેથી શરાબ,બે મોબાઈલ, જીપ વગેરે મળી કુલ રૂપિયા 1,75,100ની મુદામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. તેમજ તેઓની પૂછતાછ હાથ ધરતા આ જથ્થો નાંદા રહેણાક રધુભા વિરમજી જાડેજાને આપવા જતાં હોવાની કેફિયત આપી હતી. તે અંગે પોલીસે ત્રણેય ઇસમો સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.