ભુજના જિલ્લા પંચાયત પાસે કોઈ કારણોસર આગ લાગી સદભાગ્યે જાનીહાની સર્જાઈ ન હતી
આજરોજ ભુજ શહેરમાં આવેલ જિલ્લા પંચાયત પાસે કોઈક કારણોસર આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો ત્યારે આ ઘટના ના કારણે કોઈ પણ પ્રકારની જાનીહાનિ ન થાય તે માટે ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોચી આવી હતી અને સદનસીબે કોઈ જાનહાની થયેલ ન હતી. અને આગ વધારે પ્રસરે તે પહેલા ફાયર ફાઇટર ની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.