જડસામાં જાહેરમાં જુગારનો ખેલ ખેલતા 8 ઇસમો પકડાયા

ભચાઉ તાલુકાનાં જડસા ગામે સાંજના સમયમાં પોલીસે દરોડો પાડીને જાહેરમાં જુગારનો ખેલ ખેલતા 8 ઇસમોની અટક કરી હતી.સામખાયાળી પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર સાંજનાં સમયમાં મળેલ બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડ્યો હતો તે અંગે ભચાઉ તાલુકાનાં જડસા ગામે હમીર ગોર કોલીનાં રહેણાક મકાન આગળ આઠ શખ્સો જાહેરમાં ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમતા હતા. જેથી પોલીસે તમામની અટક કરી હતી. ઝડપાયેલા ઇસમોમાં હમીર ગોરા કોલી, કરશન અમરશી ઠક્કર, હરેશ ગિરધારી યાદવ, રમેશ લાખા કોલી, રમેશ જેઠા વારેયા,સજુભા જીલુભા જાડેજા,મંગા સગરામ કોલી અને ભરતસિંહ વિક્રમસિંહ જાડેજા તમામનો સમાવેશ થાય છે. ઈસમોની અટક કર્યા બાદ તેઓ પાસેથી રોકડ  રૂ. 38,330 તથા 7 મોબાઈલ, મોટરસાઇકલ, છોટા હાથી વગેરે મળી કુલ રૂ. 2,30,000નો મુદામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. જે બાબતે તમામ ઇસમો સામે ગુનો નોંધી સામખિયારી પોલીસે કાયદેસરની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *