ગાંધીધામ-અંજારમાં દેશીદારૂમાં વપરાતો ૧૬.૫૩ લાખનો અખાદ્ય ગોળ ઝડપી પાડવામાં આવ્યો

ગાંધીધામ અને અંજારમાં SOG એ સપાટો બોલાવીને અલગ અલગ જ્ગ્યાથી ૫૬,૮૯૦ કિલો અખાદ્ય ગોળનો જથ્થો ઝડપી પાડયો હતો. રાત્રિ વચ્ચે કરવામાં આવેલી કાર્યવાહીમાં રૂ. ૧૬.૫૩ લાખનો દેશીદારૂમાં વપરાતો સડી ગયેલો અખાદ્ય ગોળ ઝડપી લેવામાં આવતા ફફડાટ ફેલાયો હતો. 

આ અંગે પૂર્વ કચ્છ SOG દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં જણાવ્યા મુજબ પોલીસને માહિતી મળી હતી કે, ગાંધીધામના વોર્ડ નં.૧૨/B માં ખન્ના માર્કેટ ખાતે આવેલી હિતેશ ટ્રેડિંગ નામની પેઢીના ગોડાઉનમાં અખાદ્ય ગોળનો જથૃથો રાખેલો છે, જે ગોળ દેશીદારૂના ધંધાર્થીઓ દારૂ બનાવવા માટે લઈ જાય છે. જેાથી પોલીસે ગોડાઉન પર દરડો પાડયો તે દરમિયાન ગોડાઉનના માલિક ઉમેશભાઈ નાનજીભાઈ દામા હાજર મળી આવતા તેને સાથે રાખીને તપાસ કરતા રૂ.૨,૧૪,૫૦૦નો કુલ ૭૧૫૦ કિલો અખાદ્ય ગોળનો મુદ્દામાલ મળી આવ્યો હતો. તો બીજો દરડો ખન્ના માર્કેટમાં જલદેવ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં પાડવામાં આવ્યો હતો. ગોડાઉનના માલિક ચિંતન નટવરભાઈ ભદ્રાને સાથે રાખી ગોડાઉનમાં રહેલા અખાદ્ય ગોળની ગણતરી કરતા કુલ ૧૫,૫૩૦ કિલો અખાદ્ય ગોળ હાજર મળ્યો હતો. જેની કિંમત ૪,૬૫,૯૦૦ આંકવામાં આવી છે. જ્યારે ત્રીજો દરડો ખન્ના માર્કેટમાં જ શક્તિ ટ્રેડર્સ ગોડાઉનમાં શોપ નં.૦૫ મા પાડવામાં આવ્યો હતો. જ્યાં ગોડાઉનના માલિક હિતેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલાને સાથે રાખી તપાસ કરતા ગોડાઉન માંથી ૭,૭૯૦ કિલો અખાદ્ય ગોળ કિંમત રૂ.૨,૩૩,૭૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. 

પૂર્વ કચ્છ SOG દ્વારા ચોથો દરડો અંજાર ખાતે પાડવામાં આવ્યો હતો. જ્યાં  વરસામેડી ઓક્ટ્રોય નાકા પાસે આવેલા ગોડાઉન પૈકી સામજીભાઈ ગોવિંદભાઈ ઝરૂના ગોડાઉનમાં દરડો પાડયો હતો. 

જે ગોડાઉનમાં અખાદ્ય ગોળનો જથ્થો મળી આવ્યો હતો. આ સ્થળેથી કુલ ૨૬,૪૨૦ કિલો અખાદ્ય ગોળ કિંમત રૂ.૭,૩૯,૭૬૦નો મુદ્દામાલ મળી આવ્યો છે. તેમજ ઈલેક્ટ્રીક વજન કાંટો પણ કબજે કરવામાં આવ્યો હતો. આ મુદ્દામાલ કબજે કરી અંજાર પોલીસમાં જાણવા જોગ દાખલ કરાવવામાં આવી હતી. પોલીસે દ્વારા એક જ રાત્રી વચ્ચે કાર્યવાહી કરી ચાર સ્થળેથી ઝડપેલા અખાદ્ય ગોળના જથ્થાના સેમ્પલ લઈ FSL ખાતે મોકલી દેવામાં આવ્યા હતા.