અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસ તથાLCB પોલીસે ત્રણ વાહનો સાથે એક વાહન ચોરને ઝડપ્યો

copy image

અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટાફ અને LCBની ટીમે શહેરમાંથી વાહનની ચોરી કરતાં વાહન ચોરને પકડી લીધો હતો. પોલીસે તેની પાસેથી બે એક્ટિવા અને એક બાઈક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભરૂચના એસપી ડૉ.લીના પાટીલ દ્વારા જિલ્લામાં મિલકત સબંધી ગુના અટકાવવા તેમજ વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા દરેક અધિકારીને સુચનાઓ આપવામાં આવી હતી. જેના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ સાથે મળીને અંક્લેશ્વર શહેરમાં થતી વાહન ચોરીના ગુનાઓ સંબંધે ગંભીરતા દાખવી વાહન ચોરીના ત્રણ ગુનાઓ શોધી કાઢવામાં આવ્યા હતા. બંનેય ટીમના સ્ટાફને માહિતી મળી હતી કે,એક આરોપીને દિવા રોડ મધ્યે આવેલા મંગલમુર્તી સોસાયટીની પાછળ ઝુપડપટ્ટી પાસે રહેતા એક ઈસમ જોડે ચોરીની બાઇકો રેહલી છે.

જે બાતમીના આધારે પોલીસે તે સ્થળ પર દરોડો પાડીને આરોપી સંદિપકુમાર બાબુ પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી બે એક્ટિવા તેમજ એક બાઈક મળીને કુલ કિંમત રૂ. 80 હજારના ત્રણ વાહનો જપ્ત કર્યા હતા. પોલીસે તેની સી.આર.પી.સી. કલમ 41( 1 ) ડી મુજબ ધરપકડ કરી છે. તેમજ મુદ્દામાલ CRPC કલમ 102 મુજબ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.