ગાંધીધામમાં સેક્ટર 3માં આવેલા એક ઘરમાંથી રૂ. 15.59 લાખની તસ્કરી.
ગાંધીધામનાં સેક્ટર 3માં આવેલા એક ઘરમાંથી રૂ. 15.59 લાખના મુદામાલની ચોરી કરવામાં આવેલ હતી. રોકડ તેમજ સોનાના દાગીના સહિતની વસ્તુઓની ચોરી બાબતે ઘરમાલિકે કામવાળી બાઈ પર આક્ષેપ કરીને પોલીસમાં ફરિયાદ લખાવી હતી. ગાંધીધામ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા ભગવાનજીભાઈ ખાનજીભાઈ આયાચીએ જણાવ્યુ કે, ઘરનાં કબાટમાં રૂ. ૪૦ હજાર રોકડ, આ ઉપરાંત રૂ. 15,19,000/-ની કિંમતનાં સાડા ચોવીસ તોલાના સોનાના દાગીના પણ કબાદમાં પડયા હતા. જે તમામની ચોરી થઈ છે. ભગવાનજીભાઈ એ તેમના ઘરે કામ કરતી ગૌરીબેન મેનારામ ચૌધરીનું નામ શકદાર તરીકે લખાવ્યું છે. તેથી પોલીસ દ્રારા તેની પૂછપરછ કરવામાં આવશે. ગૌરી સપનાનગરમાં રહેણાક છે અને તે મૂળ રાજસ્થાનનાં મારવાડની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે,ચોરીની ઘટના પછી ગૌરી અંગત રીતે પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય અને સંતોષકારક જવાબ નહીં મળતાં અંતે ચોરી બાબતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.