અબડાસાના ભાજપના ઉમેદવારો એટલા નબળા કે મુખ્યમંત્રીનું નામ પણ યાદ રહેતું નથી,તેમજ મીડિયા પર કેસ કરવાની ધમકીનો વિડિયો વાયરલ થતાં લોક મુખે ચર્ચા

copy image

કચ્છના નખત્રાણા ખાતે શુક્રવારે ભાજપ દ્વારા ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં, અબડાસા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રધ્યુમનસિંહ જાડેજાએ કહેલા ભાષણનો એક કથિત વિડિયો સોશ્યિલ મિડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં, પ્રધ્યુનસિંહ ભુપેન્દ્ર પટેલને બદલે સી.આર.પાટીલને ગુજરાતના મુખ્યમંત્રી ગણાવી રહ્યા છે. એટલું જ નહિં, ખોટી સાચી કરવામાં આવશે તો મિડીયા પર કેસ ઠોકી દેવાની પણ ધમકી આપી. વિડીયો વાઈરલ થતાં લોકોમાં એવી ચર્ચા અને રમૂજ થઈ રહી છે કે, મુખ્યમંત્રી એટલા નબળા છે કે અબડાસાના ધારાસભ્ય હતાં તેવા ભાજપના ઉમેદવારને જ મુખ્યમંત્રીનું નામ પણ યાદ નથી.

આવનારી વિાધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચાર ઝડપી કરી દીધો છે. ત્રણેય પક્ષો બેઠકો, રેલી અને સભાઓ યોજી રહ્યા છે. ત્યારે, શુક્રવારે નખત્રાણા ખાતે ભાજપ દ્વારા એક ચૂંટણી સભાનું આયોજન કરાયુ હતુ. જેમાં, અબડાસા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રધ્યુમનસિંહ જાડેજાની જીભ લપસી હતી. તેમણે ભાષણમાં કહ્યુ હતુ કે, તેમને મિડિયાના મિત્રોએ વિકાસના કામો અંગે પૂછ્યુ હતુ, જેમાં પોતે કરેલા વિકાસ અંગે જણાવી દીધુ છે તેમ છતા જો કોઈ ખોટી સાચી કરશે તો હું કેસ ઠોકી દઈશ, તેમ કહીને મિડિયાને ધમકી પણ આપી દીધી હતી. એટલું જ નહિં, સરકારના ગુણગાન ગાવામાં તેઓ એટલા મસ્ત બની ગયા કે, તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ ના બદલે સીઆર પાટીલના નામનો ઉલ્લેખ કર્યો.  ભાજપના આ ઉમેદવારની ધમકી અને મુખ્યમંત્રીના નામમાં ભાંગરો વાટતો વિડીયો આજે સોશ્યિલ મિડિયામાં ભારે વાયરલ થયો હતો. 

અબડાસા બેઠકના ભાજપના ઉમેદવારે ભાંગરો વાટયો તેનો વીડિયો વાયરલ થતાં લોકોમાં અનેક પ્રકારની કોમેન્ટસ થઈ રહી છે. લોકોમાં એવી ચર્ચા છે કે, ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એટલાં નબળાં છે કે, તેમના જ પક્ષના ધારાસભ્ય અને ઉમેદવાર છે તેને પણ તેમનું નામ યાદ નાથી એવી પણ લોકચર્ચા છે.