મહેસાણાથી ડ્રગ્સ લઈ આવનાર ભુજના આરોપીઓના સોમવાર સુધી રિમાન્ડ મંજૂર

શેખપીર ત્રણ રસ્તા પર ચરસ અને એમડી ડ્રગ્સ સાથે ભુજના મામદ ઉર્ફે નવાબ ગુલામહુશેન સુમરા,આસિફ કાસમ સમેજા તથા દિનેશ લવકુમાર તિવારીને એસઓજીએ પકડી પાડ્યા હતા. આરોપીઓની અંગઝડતીમાં રૂ.96 હજારનું 96.1 ગ્રામ ચરસ અને રૂપિયા 7 હજારનું 0.7 ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું હતું.ત્રણ શખ્સો સામે એનડીપીએસ એક્ટ હેઠળ પધ્ધર પોલીસમાં ગુનો નોંધી ક્રોસ તપાસ માધાપર પીએસઆઈ જે.ડી.સરવૈયાને સોંપવામાં આવી હતી. ત્રણેય આરોપીઓને ભુજ કૉર્ટમાં રજૂ કરાતા સોમવાર સુધીના રીમાન્ડ મંજૂર થયા છે. તપાસ દરમ્યાન આ માલ મહેસાણાના સમીર પાસેથી લીધો હોવાનું જણાવ્યુ હોવાથી આ દિશામાં તપાસ શરૂ કરાઈ છે.