માનકુવાના 80 વર્ષીય વૃધ્ધાએ એસીડ પી જીવન ટૂંકાવ્યું

માનકુવાના બાવલવાડીમાં રહેતા કુંવરબાઈ નાનજીભાઈ વરસાણી લાંબા સમયથી બીમાર હતા.તેમના પતિ નાનજીભાઈ વરસાણી પણ બીમાર હોવાથી વૃધ્ધાએ જીવનથી કંટાળી એસીડ પી આપઘાત કરી લીધું હતું. જેમને સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે મૃત ઘોષિત કર્યા હતા.માનકુવા પોલીસે એડીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.