અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ પદે રહી ચૂકેલા શંભુભાઈ આહીર પાસેથી ૧૮ લાખ રોકડા મળ્યા
વિાધાનસભાની ચૂંટણી જાહેર થતાં રોકડ રકમની હેરફેર જેવી બાબતો પર સકંજો કસવામાં આવ્યો છે, તેવામાં ગાંધીધામ વિસ્તારમાં GST, IT, ATS અને CBI ની ટીમો દ્વારા ગાંધીધામ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ચૂંટણી સંદર્ભે હિાથયાર જમા કરાવવાનો આદેશ હોવા છતાં હિાથયાર જમા કરાવવામાં ન આવતા રેન્જ IG ની ટીમને આદિપુરમાં રહેતા વૃદ્ધ આગેવાનના ઘરે તપાસ અર્થે જવાનું થયું હતું, જ્યાં વૃદ્ધ આગેવાન અને પોલીસ વચ્ચે બોલાચાલી થયા પછી મોટા પ્રમાણમાં રોકડ રકમ હોવાની શંકા ઉત્પન્ન થતા ચૂંટણી સંદર્ભે નાણાકીય હેરફેરને રોકવા માટે બનાવવામાં આવેલી ફ્લાઈંગ સ્કોડને આ બાબતની જાણકારી આપવામાં આવતા FST દ્વારા રોકડા મળેલા રૂ.૧૮,૦૧,૫૦૦ કબજે કરી કાર્યવાહી કરવામાં આવી હતી.
આ બાબતે સંબંધત વિભાગના સુત્રો તરફાથી મળતી માહિતી મુજબ રેંજ IG ની ટીમ આદિપુરના 5/A માં રહેતા અને જે તે સમયે કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા અને અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચુકેલા અંદાજિત ૮૦ વર્ષીય શંભુભાઈ માદેવાભાઈ આહીરના ઘરે પરવાના વાળો હિાથયાર જમા ન થતાં રેન્જ IGની ટીમ તપાસ માટે ગઈ હતી. પરંતુ તપાસ માટે ગયેલી ટીમ સાથે બોલાચાલી થતા સ્થાનિક પોલીસની ટીમ પણ બોલાવવામાં આવી હતી અને પછી મામલો શાંત પાડયો હતો. પરંતુ આ વેળાએ તપાસમાં આવેલી ટીમને વૃદ્ધ આગેવાન પાસે મોટા પ્રમાણમાં રોકડ હોવાની શંકા જતાં ચૂંટણી ફ્લાઈંગ સ્કોડને આ બાબતની જાણ કરવામાં આવતા ટીમ તાત્કાલિક શંભુભાઈના ઘરે પહોંચી અને તપાસ કરતા તેમના પાસેાથી રૂ.૧૮,૦૧,૫૦૦ રોકડા મળી આવ્યા હતા. જેથી ટીમ દ્વારા આ રકમ કબજે કરી ચૂંટણી સમયે નાણાકીય વહીવટ પર દેખરેખ રાખવા નોડલ ઓફિસર અને જિલ્લાના DDOને આ બાબતની જાણ કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જે તે સમયે કોંગ્રેસ સાથે જોડાયેલા આ વૃદ્ધ આગેવાનના પરિવારના સભ્યો હાલે ભાજપ સાથે જોડાયેલા છે અને તેઓ શ્રીમંત પરિવાર હોવાથી રોકડા મળેલા રૂપિયાનો હિસાબ પણ રજુ કરી દેવામાં આવશે તેવો અંદાજ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો