વાસોણા ગામમાં ડીજેની દુકાનમાથી સામાન ચોરી કરનાર બે આરોપીની અટકાયત કરાઇ

દાનહના વાસોણા ચાર રસ્તા પાસે ડીજેની દુકાનનું શટર તોડી અજાણ્યા ઈસમો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ રખોલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરાઇ હતી. મુદ્દામાલ સાથે બે આરોપીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

નરેન્દ્ર અશોકભાઈ પટેલ રહેવાસી રખોલી પટેલપાડાની દુકાનમાં મોડી રાત્રે વાસોણા ચાર રસ્તા પાસે એમની ડીજેના સામાનની દુકાનનુ શટર તોડી અજાણ્યા શખ્સ તસ્કરી કરી ગયા હતાં જેમાં વિવિધ પ્રકારના એમ્પ્લીફ યર,એલઇડી લાઈટ,ડીજે મિક્સર,લેપટોપ મળી અંદાજે 6,24,500 રૂપિયા તથા રોકડ 52હજાર મળી કુલ 6,67,500રૂપિયાનો સામાન ચોરી થઇ હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી.પોલીસે આઇપીસી 457, 380 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઇ નિલેશ કાટેકર અને એમની ટીમે તપાસમાં આરોપી જયેશ ત્રંબક નિકુલે ઉ.વ.22અને સ્વપ્નિલ ત્રંબક નિકુલે બંને રહેવાસી ગડચિચલે તા.દહાણુ જી.પાલઘર મહારાષ્ટ્ર જેઓની અટકાયત કરી તેઓ પાસેથી અંદાજિત 5,28,500રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.