જોટાણાના સાંથલ ગામામાં ગોગા મહારાજના મંદિરમાં ચોર 11 લાખથી વધુના મત્તાની ચોરી કરી છૂમંતર

જોટાણા તાલુકામાં આવેલા સાંથલ ગામમાં ગોગા મહારાજના મંદિરમાં મધરાતે તસ્કરોએ સોના ચાંદીની મૂર્તિઓ અને અન્ય આભૂષણો મળી કુલ 11 લાખથી વધુના મત્તાની તસ્કરી કરી ચોર પલાયન થઈ ગયા.
સાંથલમાં આવેલા મોટા રબારી વાસમાં ગોગા મહારાજના મંદિરમાં મધરાત્રે ચોર બે વાગ્યે મંદિરના તાળા તોડી મંદિરમાં પ્રવેશ્યા હતા. ગોગા મહારાજ અને બાજુમાં આવેલા ચેહર માતાજીના મંદિરના દરવાજાના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો.
​​​​આ બનાવ અંગે જાણ થતાં ગામના લોકોના ટોળેટોળા મંદિરમાં ધસી આવ્યાં હતા, જ્યાં તપાસ કરતા સામે આવ્યું હતું કે, ચોર ગોગા મહારાજના મંદિરમાંથી સોનાની મૂર્તિ કિંમત 2 લાખ, ગોગા મહારાજની મૂર્તિ નગ 4 કિંમત 2 લાખ, ચેહર માતાજીના મંદિરમાંથી સોનાના છત્ર નગ 7 કિંમત 2.80 લાખ, સોનાનો સિક્કો નગ 1 કિંમત 40 હજાર, સોનાની નથણી નગ 2 કિંમત 80 હજાર, ચાંદીના નાના મોટા છત્ર નગ 10 કિંમત 2 લાખ, ચાંદીનું પારણું નગ 1 કિંમત 50 હજાર, ચાંદીની તલવાર નંગ 1 કિંમત 25 હજાર, ચાંદીની મૂર્તિ નંગ 2, નંદિની ગાય નંગ 1, ચાંદીનો ઘોડો નંગ 1 કિંમત 1 લાખ મળી ચોર કુલ 11 લાખ 75 હજારના મત્તાની તસ્કરી કરી પલાયન થઈ ગયા હતા. આ અંગે સાંથલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.