ભચાઉ અને રાપર તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો યુવાનો એક રેલી સ્વરૂપે રાપર વિધાનસભાના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાના રાપર ખાતેના કાર્યાલયે પોહચ્યા હતા અને હર હર મહાદેવના નારા સાથે વિરેન્દ્રસિંહને વિજયી ભવો ના આશીર્વાદ આપ્યા.ભૂદેવો સાથે નિજ્જાનંદ બાપુએ પણ આશીર્વાદ આપ્યા હતા

આજ રોજ રાપર મુકામે રાપર વિધાન સભાના ઉમેદવાર કર્તવ્ય નિષ્ઠ શ્રી વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા ને જંગી બહુમતી થી વિજય અપાવા માટે ભચાઉ તાલુકા તેમજ રાપર તાલુકાના સમસ્ત બ્રહ્મ સમજ ના વડીલો તેમજ યુવાનો શ્રી નિજાનંદ બાપુ ના આશીર્વાદ તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ ના આગેવાન દયારામભાઈ સુંબડ ની આગેવાની હેઠળ ભેગા થયા હતા જેમાં હર હર મહાદેવ ના નારા સાથે સમસ્ત બ્રહ્મ સમાજે ગાંધીનગર સુધી નોંધ લેવાય તેવા વિજય સરઘસ ની ખાતરી સાથે ટેકો જાહેર કર્યો