મેઘપર કુંભારડીમાં બાળકી સાથે અડપલાં કરતા ઈસમ સામે ગુનો
અંજાર તાલુકાનાં મેધપર કુંભારડીમાં આવેલા રવેચીનગર વિસ્તારમાં એક ઈસમે 6 વર્ષીય બાળકી પર જાતીય હુમલો કરતાં આ ઈસમ વિરુદ્ધ પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવાઇ હતી. મેધપર કુંભારડીનાં રવેચીનગર વિસ્તારમાં રહેતાં પિન્ટુપુરી રેવાપુરી ગોસ્વામી નામના ઈસમ વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવાઇ હતી. આ ઈસમ ગત 28/10નાં સાંજે પોતાના ઘરે હતો તે દરમિયાન આ જ વિસ્તારમાં રહેનારા 6 વર્ષીય એક બાળકી આ ઈસમનાં ઘરે રમવા આવી હતી. તે દરમિયાન તને કાકી સાથે વાત કરાવું તેમ કહી બાળકી સાથે અડપલાં કરી તેના પર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ બાળકીએ પોતાના ઘરે ગઇકાલે વાત કરતાં સૌ કોઈ આશ્વર્યમાં મુકાયા હતા અને પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. ચકચારી એવિ આ ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.