માંડવીના નાનાઆસંબિયામાં16 વર્ષીય સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરવામાં આવતા ફરિયાદ નોંધાઈ

copy image

માંડવીના નાનાઆસંબિયામાં સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરવાની ઘટના સામે આવી છે. કોડાય પોલીસ મથકમાં નાનાઆસંબિયાની 16 વર્ષીય સગીરાના અપહરણનો ગુનો દાખલ કરાયો છે. ભોગબનનારના પિતાએ માંડવી તાલુકાના કોજાચોરા ગામના સલીમ હુસેન સાટી વિરુદ્ધ અપહરણની ફરિયાદ દાખલ કરાવી છે.

પંદર દિવસ  પૂર્વે આરોપીએ સગીરાને ભગાડી જવાના ઈરાદાથી પીછો કર્યો હતો. જેમાં સફળતા ન મળતા આરોપીએ 3 વાગ્યાના સમયગાળામાં સગીરાને લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઈરાદાથી અપહરણ કર્યું હતું.  કોડાય પોલીસે પ્રાગપર પાસેથી પકડી સગીરાને આરોપી પાસેથી છોડાવી તેના પિતાને સોપાઈ હતી. સગીરાના પિતાએ દાખલ કરાવેલ ફરિયાદને પગલે કોડાય પોલીસે અપહરણ કરનાર આરોપી સામે પોક્સો સહિતની કલમો તળેના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.