લખપતના અમિયા ગામની સીમમાં પવનચક્કીના વિજતારમાં શોર્ટ સર્કિટ થતાં ઉભા ઘાસમાં આગ લાગતા 25 એકર વિસ્તારમાં ફેલાઈ

copy image

પશ્ચિમ કચ્છના સરહદી લખપત તાલુકાના અમિયા ગામમાં પવનચક્કીના વીજતારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે તણખા જમીન પર પડ્યા હતા જેથી આગ લાગી ગઈ હતી અને 25 એકર વિસ્તારમાં ફેલાઈ હતી. આગના લાગતાં પશુ ચરિયાણ માટેનું સૂકું ઘાસ બળીને ખાખ થઈ જવા પામ્યું હતું.

મળતી માહિતી અનુસાર આગ લાગવાની ઘટના બપોર બાદ બનવા પામી હતી. પવનચક્કીની પસાર થતી વીજ લાઈનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે તેના તણખા જમીન પર પડ્યા હતા અને જમીન પરના સૂકા ઘાસમાં આગ ભભૂકી હતી. અંદાજે 25 એકર સુધીના વિસ્તારમાં આગ ફેલાઈ જતા સૂકું ઘાસ બળીને ખાખ થઈ ગયું હતું. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભય ફેલાયો તો આગને કાબુમાં લેવા લોકોમાં ભાગદોડ મચી હતી.