માંડવીના મોટા લાયજાના ટોપણસર તળાવમાં નહાવા પડેલો યુવાન અચાનક ગાયબ થઈ જતાં ચકચાર

મોટા લાયજા ગામના ટોપણસર તળાવમાં નહાવા પડેલો છોટાઉદયપુરનો ખેતમજૂર યુવાન ગુમ થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી અનુસાર બપોરે બે વાગ્યાના સમયગાળામાં મોટા લાયજા મધ્યે સીમમાં આવેલી વાડીમાં ખેતમજૂરી કરતો છોટાઉદેપુરના જાંબુઘોડાના ધનપુરીનો વતની નાયકા ઘેલાભાઇ ગમીરભાઇ (ઉ.વ. 44) તળાવમાં નહાવા પડયો હતો. તેની સાથે રહેલા પીન્ટુ નાયકા નામના તેના મિત્રના કહેવા અનુસાર તે સામે કાંઠે તરીને નીકળી ગયો હતો. તેનો મોબાઇલ આપવા ફરીને પીન્ટુ પહોંચ્યો તે દરમિયાન ઘેલાભાઇનો પત્તો ન લાગતાં શોધખોળ શરૂ કરાઇ હતી. જમાદાર પ્રવિણભાઇ પરમારના જણાવ્યા મુજબ પી.આઇ. એ.જે. ચૌહાણની સૂચના અને માર્ગદર્શન અનુસાર ગાયબ થનાર યુવાનની વિધિવત તપાસ હાથ ધરવામાં આવી છે.