ખંગેલા ચેક પોસ્ટ પરથી કારમાં લઈ અવાતા 2.42 લાખના દારૂ સાથે પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા
![](https://kutchcarenews.com/news/wp-content/uploads/2022/11/image-49.png)
દાહોદની ખંગેલા ચેક પોસ્ટ ઉપરથી સ્કોર્પિયોના પાયલોટીંગમાં ગાડીમાં 2,42,400 રૂા.નો દારૂ લઇને આવતાં રોહતકના બે શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા. મધ્યપ્રદેશ તરફથી ગાડીમાં દારૂ ભરી ખંગેલા ચેકપોસ્ટ થઇ આવનાર હોવાની બાતમી કતવારા પી.એસ.આઇ. એ.પી. પરમારને મળી હતી.
બાતમીના આધારે વોચમાં ગોઠવાઈ ગયા હતા. તે દરમિયાન મહિન્દ્રા ઇન્પેરીયો ગાડી આવતાં અટકાવતાં ચાલકે ગાડી ઉભી રાખી નહતી. પોલીસે પીછો કરી ભીટોડી ઢાળ પાસે ઓવરટેક કરી ગાડી રોકાવી ગાડીમાં સવાર રોહતકના વિનય રાજેન્દર દાણેક અને સુરેન્દ્ર રાજરૂપ વાલ્મીકીને નીચે ઉતારી ગાડીમાં તપાસ કરતાં દારૂ મળી આવ્યો હતો. જથ્થા અંગે પુછપરછ કરવામાં આવતા અમારી આગળ હરિયાણાનો હિતેશ ઠાકુર નંબર વગરની સ્કોર્પિયો ગાડી લઇને ચાલતો હતો. ગુજરાતમાં જથ્થો ક્યાં આપવાનો છે તે ફોન ઉપર બતાવીશ તેમ જણાવ્યું હતું. દારૂ લઇને આવતી ગાડીને પોલીસે ઝડપી લેતા પાયલોટીંગ કનાર હિતેશ ગાડી લઇને પલાયન થઈ ગયો હતો. ગાડીની અંદર બનાવેલા ડ્રોઅરમાથી રૂ.2,42,400 ની કુલ 588 બોટલો મળી હતી. કુલ 5,43,400 રૂા.નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલા બે શખ્સો ઉપરાંત ફરાર થયેલ હિતેશ સામે કતવારા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી.