મોરબીમાં વેપારી પર એસીડ ફેંકી મહિલા પલાયન: દાઝી ગયેલા યુવાનને સારવાર માટે ખસેડાયો
copy image
મોરબી તાલુકાના જાંબુડિયા ગામ નજીક આવેલા ઓવરબ્રિજ પાસે યુવાન તેના મિત્રો સાથે બેઠો હતો. ત્યારે અજાણી મહિલા આવી એસીડ ફેંકી પલાયન થઈ ગઈ હતી. જેથી દાઝી ગયેલા યુવાનને મોરબી પછી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના રવાપર-ઘુનડા રોડ પર રહેતા દેવેન્દ્ર વાલજી પટેલ (ઉ.વ.42) નામનો યુવાન જાંબુડિયા ગામના ઓવરબ્રિજ નજીક તેના મિત્રો સાથે બેઠો હતો તે દરમિયાન અજાણી મહિલા આવી વેપારીના માથા પર એસીડ ફેંકી પલાયન થઈ ગઈ હતી. બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી યુવાનનું નિવેદન નોંધવા અને ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે.