અંજારના તુણામાં યુવાને ગળે ફાંસો ખાઈ જીવન દોર ટૂંકાવી

અંજાર તાલુકાના તુણામાં અકબર યાકુબ સાયચા (ઉ.વ. 38) નામના યુવાને ગળે ફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું. તુણામાં રહેનારો અકબર નામનો યુવાન સવારે પોતાના ઘરે હતો અને તેના પરિવારજનો કોઇનું ચાલીસમું હોવાના કારણે મસ્જીદે ગયા હતા. તે દરમિયાન યુવાને લોખંડના પાઇપમાં પ્લાસ્ટીકની રસ્સી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો લીધો હતો. આ બનાવ પાછડનું કારણ હજુ અકબંધ છે. આ યુવાને ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે માટે કંડલા પોલીસે અકસ્માત મોતનો ગુન્હો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.