મુંદરામાં 18 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો
મુંદરામાં ઉત્તર પ્રદેશના 18 વર્ષીય લવકુશ હીરાલાલ સોનકરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મુંદરાના ધ્રબ વિસ્તારમાં ખજુરવાડીના રૂમ નં. 30માં રહેતા મૂળ ઉત્તર પ્રદેશનો 18 વર્ષીય લવકુશે સવારે કોઇ અકળ કારણોસર પોતાના રૂમમાં નાઇલોનની રસ્સી વડે ગળેફાંસો ખાઇ આપઘાત વહોરી લેતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ બનાવ અંગે મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.