ગોંડલના ઘોઘાવદરના યુવકનું રામોદ નજીક બાઇક સ્લિપ થતાં કમકમાટીભર્યું મોત

ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામમાં રહેતા યુવાન રામોદ તરફ પોતાના કામ માટે જતા હતા તે દરમિયાન રસ્તાના વળાંક ઉપર સ્પીડ બ્રેકર પાસે તેમનું બાઇક સ્લીપ થઈ જતા માથામાં ગંભીર ઈજા થતાં તેમનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર ઘોઘાવદર ગામમાં રહેતા અને કારની લે વેચનો વ્યવસાય કરતા પિયુષભાઈ રમેશભાઈ ધડુક સાંજના રામોદ બાજુ જતાં હતા તે દરમિયાન રામોદ ગામના વળાંક નજીક આવેલા સ્પીડબેકર પાસે તેમનું બાઇક કોઇ કારણોસર અચાનક સ્લીપ થઈ જતાં તેઓ રોડ પર પટકાઈ ગયા] હતા અને માથામાં ગંભીર ઈજા થતાં હેમરેજ થઈ જતા મોત થયું હતું. કોટડા સાંગાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.